ભાવનગર જિલ્લાના મહુવા ખાતેની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા બુટલેગરનું તેના ઘરમાં જ ઘૂસીને અજાણ્યા શખ્સોએ ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે ઘટના અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
ભાવનગર જિલ્લાના મહુવા ખાતેની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા અલ્તાફ દોઢીયા દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો,મોડી રાત્રીએ તે પોતાના ઘરમાં જ હતો તે અરસામાં બે અજાણ્યા શખ્સો તેના ઘરમાં ઘુસ્યા હતા,અને તીક્ષ્ણ હથિયાર વડે અલ્તાફ દોઢિયા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટના બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.બનાવ સંદર્ભે મહુવા પોલીસે ફરિયાદ દર્જ કરીને અજાણ્યા બે હત્યારાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા માટે અને તલસ્પર્શી તપાસ અર્થે FSLની મદદ પણ લીધી હતી.
