ભારતીય સેનાની દાયકાઓ જૂની ‘થિયેટર કમાન્ડ’ યોજના – જેનો હેતુ ત્રણેય સશસ્ત્ર દળોને એકીકૃત કરવાનો છે – હવે વાસ્તવિકતા બનવાની તૈયારીમાં છે.
ભારતીય સેનાના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS), જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને ‘થિયેટર કમાન્ડ’ની અંતિમ બ્લુપ્રિન્ટ રજૂ કરાશે. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળને ‘થિયેટર કમાન્ડ્સ’માં એકીકૃત કરવાની યોજના છે, જે છેલ્લા 2 દાયકાથી ફાઇલો, સમિતિઓ અને સેમિનાર સુધી મર્યાદિત રહી હતી. જોકે, હવે અમલીકરણ તરફ આગળ વધી રહી છે.
મે માસના અંતમાં પદ સંભાળનારા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને આ ઐતિહાસિક લશ્કરી સુધારાનો અંતિમ બ્લુપ્રિન્ટ રજૂ કરવા માટે તૈયાર છે. વધુમાં, આ મહત્વપૂર્ણ પ્રસ્તુતિ ‘કારગિલ વિજય દિવસ’ પછી જુલાઈના અંતમાં થવાની અપેક્ષા છે. આનો અર્થ એ થયો કે, સૈનિકોની ભરતી અને તાલીમ અને શસ્ત્રોની ખરીદીની જવાબદારી સેવા વડાઓની રહેશે. પરંતુ યુદ્ધ દરમિયાન આ સૈનિકોને કેવી રીતે અને ક્યાં તૈનાત કરવા તે નક્કી કરવાની સત્તા નવા થિયેટર કમાન્ડર પાસે જશે. આ અધિકારક્ષેત્રના વિભાજન અને બજેટ અંગેની ચર્ચાઓ હાલમાં અંતિમ તબક્કામાં છે.
