વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કૂલ 26 લોકોની ધરપકડ હતી
ગુજરાત , સમાચાર
September 24, 2024 · 1 min read
વડોદરા પોલીસની કાર્યવાહી
બિચ્છુ ગેંગના સાગરીતો સામે કાર્યવાહી
2 સાગરીતોની મિલકત ટાંચમાં લેવામાં આવી
રૂપિયા 2 કરોડથી વધુની મિલકત ટાંચમાં લેવાય
ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી
વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કૂલ 26 લોકોની ધરપકડ હતી. ત્યારે તેઓની ગેરકાયદે વસાવેલી બે કરોડ ઉપરાંતની મિલ્કતો ટાંચમાં લેવામાં આવી છે.
વડોદરા શહેરમાં અસલમ ઉર્ફે બોડીયા હૈદરમીંયા શેખ તેના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ બનાવી ઓરજેનાઇઝ્ડ ક્રાઇમને અંજામ આપતા હતા. બિચ્છુ ગેંગ દ્વારા શહેરમાં ધાક જમાવી બળજબરી જમીન, મકાન મિલકત પચાવી પાડવા તેમજ ધાક ધમકીથી રૂપિયા પડાવી લેવા સહિત હત્યા, હત્યાના કોશિષ, અપહરણ, લુંટ, ધાડ, છેતરપીંડી, વિશ્વાઘાત જવા ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપી ભયનું વાતાવરણ ઉભુ કરી છેલ્લા ઘમા સમયથી જુદા જુદા ગુનાઓ આચરી અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોય અને આ ગેંગના ગુના આચરતી ટોળકીના સાગરીતો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે.છેલ્લા 10 વર્ષમાં બિચ્છુ ગેંગ દ્વારા ગુનાઓને અંજામ આપવાનુ ચાલુ રહેતા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના અસલમ બોડીયા, મુન્ના તરબૂચ સહિત અન્ય સાગરીતો સામે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિય, 2015 (GCTOC) હેઠળ ગુના નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના માથાભારે અસલમ ઉર્ફે બોડીયો હૈદરમયા શેખ અને મહમદહુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુચ જાકીરહુસૈન શેખ સહિત કૂલ 26 આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલ અસલમ બોડીયો જેલવાસ ભોગવી રહ્યો છે.તેવામાં ગુજસીટોકના કાયદા હેઠળ પોલીસ દ્વારા બન્ને ગુનેગારોએ ગુનાઓને અંજામ આપી વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની ગેરકાયદે વસાવેલી રૂપિયા બે કરોડ ઉપરાંતની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરતા, ગુજરાત વહીવટી સેવા(જુનિયર સ્કેલ) વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 144 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. મહેસૂલ…