અમરેલી: ખાંભાના ઇંગરોળા ગામમાં વૃદ્ધ મહિલાનું રહસ્યમય મોત અને ચોરીના બનાવથી ચકચાર
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના સાથે એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,જોકે ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ વૃદ્ધ મહિલાની હત્યા કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. ગુજરાત | સમાચાર
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના સાથે એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,જોકે ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ વૃદ્ધ મહિલાની હત્યા કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જોકે ગામમાં રહેતી એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,અને તેમના કાન માંથી સોનાની કડીઓ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વૃદ્ધાના ઘરની બાજુની દુકાનનો સમાન પણ વેરવિખેર મળી આવ્યો હતો,ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા અમરેલી LCB પોલીસ દ્વારા ઘટના સ્થળ પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં મૃતક વૃદ્ધાના શરીર પર એક પણ ઇજાના નિશાન મળી આવ્યા નહોતા,તેથી વૃદ્ધાના મોતની ઘટના રહસ્યમય બની ગઈ હતી.પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલવા માટે મૃતક વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.અને રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.
