ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો ભરૂચ દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલ ક્રેનમાં અટાલી ગામ નજીક અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક ક્રેનમાં લાગી આગ #ConnectGujarat #BeyondJustNews

Posted by Connect Gujarat on Monday, December 16, 2024

સમય સૂચકતા વાપરી ક્રેનનો ચાલક નીચે ઉતરી ગયો હતો જો કે આ તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્રેન ભડકે બળી હતી.આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ત્રણ જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મુખ્ય માર્ગ પર જ ક્રેનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.