અંકલેશ્વર: શહેર અને નોટીફાઈડ એરિયા ભાજપના પ્રમુખોની વરણી, કાર્યકરોએ કરી ઉજવણી
અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
ભરૂચ | ગુજરાત | સમાચાર
December 26, 2024 · 1 min read
ભરૂચ ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી
અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણાની વરણી
નોટીફાઇડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયા
ભાજપનું સુકાન યુવાનોને સોંપાયું
કાર્યકરોએ કરી ઉજવણી
અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત આઠ તાલુકા, ચાર નગર અને એક નોટિફાઇડ એરીયાના પ્રમુખોની વરણી કરી હતી.જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણા અને અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી.આગેવાનો અને ટેકેકેદારોએ અંકલેશ્વર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
તો આ તરફ અંકલેશ્વર નોટીફાઇડ એરિયાના નવનિયુક્ત પ્રમુખ જય તેરૈયાને સરદાર પાર્ક ખાતે ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાન જશુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં બન્ને યુવાનોને ભાજપનું સુકાન સોંપવામાં આવ્યું છે ત્યારે તેઓ પર સંગઠનને સાથે રાખી કામ કરવાનો પડકાર રહેશે