અંકલેશ્વરના ગામોમાં વાહન ચોરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ પાંચ દિવસમાં બાઇક ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે.અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં રાતે ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી પલાયન થઈ ગયા હતા. ફ્લેટના બેઝમેન્ટમાં ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી ગયા હતા.
જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સીસીટીવી મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. અગાઉ દિવા રોડ પર તુલસીધામમાં સીસીટીવીમાં તસ્કરો કેદ થયા હતા તો ગડખોલની શિવાંજલિ સોસાયટીમાંથી બાઇક ઉઠાવી જતા સીસીટીવીમાં નજરે પડ્યા હતા. પોલીસ વહેલી તકે આ તસ્કરોને લોકઅપમાં કેદ કરી લે તેમ સ્થાનિકો ઇચ્છિ રહ્યાં છે.
