ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમના કર્મચારીઓ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રાજસ્થાન ખાતે તપાસમાં ગયા હતા. 
ત્યાં જઇ હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે અંક્લેશ્વર G.I.D.C પોલીસ મથકના છેતરપિંડીના ગુનાના ફરાર મહિલા આરોપી કંચન ઓકારામ જોગારામ ચૌધરીની રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને સોંપવામાં આવી છે.મહિલા આરોપી છેલ્લા 8 વર્ષથી છેતરપીંડીના ગુનામાં ફરાર હતી જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.