ભરૂચમાં નવરાત્રી પર્વનું કાઉન્ટડાઉન
ડી.જે.ના જમાનામાં પણ પરંપરા અકબંધ
વાજિંત્ર બજારમાં ધમધમાટ
વાજિંત્રોનું રીપેરીંગ
ગરબાના તાલે લોકો ઝૂમશે
ભરૂચમાં નવરાત્રી મહોત્સવમાં ડીજેના દોર વચ્ચે પણ તબલા-હાર્મોનિયમનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રી પહેલાં વાજિંત્ર બજારમા ચહલ પહલ વધી છે
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચમાં ગરબાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે.એક તરફ ખેલૈયાઓ અને આયોજકો ગરબા માટે તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ હથિખાના બજારમાં તબલા, ઢોલક અને હાર્મોનિયમના ખરીદી-રિપેરિંગ માટે ધમધમાટ જોવા મળી રહ્યો છે.આધુનિક સમયમાં ડીજે, ઓક્ટોપેડ અને કી-બોર્ડનો ક્રેઝ વધ્યો છે, છતાં પરંપરાગત વાજિંત્રોની માંગ આજે પણ યથાવત છે.
ભરૂચ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો પોતાના જૂના તબલા, ઢોલક અને હાર્મોનિયમ રિપેર કરાવવા પહોંચી રહ્યા છે.વાજિંત્ર વેપારી માર્ગેશ છત્રીવાલાના જણાવ્યા મુજબ, આધુનિક વાદ્યો આવ્યા હોવા છતાં પરંપરાગત વાજિંત્રોનું મહત્વ ઘટ્યું નથી.તબલાની થાપ અને હાર્મોનિયમના સૂર વગર ગરબાની અસલ જમાવટ અધૂરી લાગે છે.આમ, નવરાત્રીમાં એક તરફ ડીજેના તાલે આધુનિક ગરબાનો રંગ જામશે, તો બીજી તરફ તબલા-ઢોલકના તાલ અને હાર્મોનિયમના સૂર ભરૂચના ગરબામાં પરંપરાનો રંગ પણ પૂરશે.
