નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના સફેદ ટાવર ચાર રસ્તા ખાતે કેન્દ્રિય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હી ખાતે ચાલી રહેલ આંદોલન જેમાં ચૂંટણી આયોગના વડા જ્ઞાનેશકુમારનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. તેમની ઉપર દેશમાં થયેલ ચૂંટણીઓમાં ગેરરીતિના આક્ષેપ થયા છે. જેમાં કોંગ્રેસ પાર્ટી પણ જોડાઈ છે, અને વિપક્ષી દળોના નેતા એવા સાંસદ રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. જેમાં પોલીસ સાથે ઘર્ષણને લઈ ચૂંટણી આયોગ તેમજ ભારતીય જનતા પાર્ટીના વિરોધ સાથે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરના સફેદ ટાવર ચાર રસ્તા ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસે ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
