ભરૂચ જિલ્લા લાયન્સ કલબ ઓફ પાનોલી ઈન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર સીટીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની પ્રિયદર્શિની શાળામાં 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 

લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર સીટીના સંયુક્ત ઉપામે અંકલેશ્વરની પ્રિયદર્શિની શાળામાં 2 દિવસ સુધી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શાળાના 25 શિક્ષકોએ તાલીમનો લાભ લીધો હતો. જેમાં બાળકોના ઘડતર અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવી તથા માતા-પિતાના બાળક પ્રત્યેના અને શિક્ષકોના બાળકો સાથેના કેવા વ્યવહાર રાખવા જોઈએ તે બાબતે સઘન ચર્ચાની તાલીમ ઇન્ટરનેશનલ ટ્રેનર રેખા શાહ દ્વારા આપવામાં આવી હતી.

Teachers Training

 તાલીમ દરમિયાન શાળાના બાળકોવાલી અને શિક્ષકો માટે પુસ્તકો પણ લાયન્સ કલબના Lead Donor of Quest: લાયન જપન વેલાનીના સહયોગથી વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. આ સાથે વર્કશોપમાં તાલીમ પામેલ શિક્ષકોને ભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલમુખ્ય મહેમાન તરીકે લાયન્સ ક્વેસ્ટ ઇન ઈન્ડિયાના MD મિલન દલાલહેમલ પટેલપિયુષ પટેલશૈલેષ પટેલજપન વેલાનીઉમેશ પારેખચાર્મી પટેલરૂપલ જોશીધર્માંગ બલ્ધાપન્ના પટેલ સહિત મોટી સંખ્યામાં લાયન્સ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.