અંકલેશ્વરના હસ્તી તળાવ રોડની બાજુમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે યુવાનનું લુ લાગવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
અંકલેશ્વરના હસ્તી તળાવ પાણીની ટાંકી પાસે રહેતી રેખાબેન ઓડના પતિ શેરુ ઓડ ગતરોજ સવારે પ્રતિન ચોકડી પાસે કામ અર્થે જવાનું કહી નીકળ્યા હતા.તે દરમિયાન સાંજે 40 વર્ષીય શેરુ ઓડનો ઘરની પાસે હસ્તી તળાવ રોડની બાજુમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
DeadBody Hasti Talav
આ અંગે શહેર એ ડિવિઝન પોલીસે આગમ્ય કારણસર મોત અંગેનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનનું કાળઝાળ ગરમી વચ્ચે લુ લાગવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.