ભરૂચના હાંસોટ તાલુકાના શેરા ગામે આવેલ ગામ તળાવમાં ગ્રામજનોને મગર નજરે ચઢ્યો હતો.આ અંગેની જાણ થતા ગ્રામજનોના ટોળેટોળા તળાવ પર ઉમટી પડયા હતા ત્યારબાદ આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. હાંસોટ વન વિભાગનો કાફલો ગામમાં પહોંચ્યો હતો અને મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગે મગરને તળાવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેને છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.
ભરૂચ: હાંસોટના શેરા ગામના તળાવમાંથી મગર પકડાયો, વન વિભાગે સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરી
શેરા ગામે આવેલ ગામ તળાવમાં ગ્રામજનોને મગર નજરે ચઢ્યો હતો.આ અંગેની જાણ થતા ગ્રામજનોના ટોળેટોળા તળાવ પર ઉમટી પડયા હતા ભરૂચ | ગુજરાત | સમાચાર |
