• આજે દેશનો 79મો સ્વતંત્રતા પર્વ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • અંકલેશ્વરના રામકુંડમાં આવેલી છે પ્રતિમા

  • સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. શાંતિલાલ શાસ્ત્રીના બલિદાનને યાદ કર્યું હતું.