અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઈક લઈ એક ઇસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી બાઈકના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે ઇ-ગુજકોપ પોકેટકોપથી નંબર સર્ચ કરતા આ બાઈક ડેડીયાપાડા ટીલીપાડા ગામના મુકેશ વસાવાના નામની હોવાનું બહાર આવતા પોલીસે બાઈક સાથે ગોપાલ નગર સ્થિત ખુશ્બુ પાર્કમાં રહેતો અબુ મોહમંદ ઉસ્માન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી અગાઉ બાઈક ચોરી સહિતના ગુનામાં સંડોવાયો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે