-
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
-
નર્મદા પાર્કમાં યોજાનાર ન્યુ યુર પાર્ટીનો વિરોધ
-
ન્યુ યર પાર્ટી રદ્દ કરવાની માંગ
-
ફંડના સ્ત્રોતની પણ તપાસ કરવા માંગ
ભરૂચ: નર્મદા પાર્કમાં યોજાનાર ન્યુ યર પાર્ટી રદ્દ કરવાની માંગ, VHP દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળએ યોજાનાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવર ફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યુ યર પાર્ટી મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ | ગુજરાત |
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવર ફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યુ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી છે.
કાર્યક્રમથી જાહેર શાંતિ,ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ,ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંભવિત કર ચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ્દ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
