ભરૂચની વાલિયા પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે વાલીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનાના કામના નાસ્તા ફરતા આરોપી રાહુલકુમાર ઓકારામ માલી રહે.કંબોડીયા મંદિર ફળીયુ, તા.નેત્રંગ મીરાપોર ગામના બસ સ્ટેશન પાસે ઉભો છે.
તેવી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા જો કે આરોપી પોલીસને જોઈ ખેતરમાં ભાગવા લાગ્યો હતો. પોલીસે પીછો કરી આરોપીની ધરપકડ કરી હતી.આરોપી વાલિયા પોલીસ મથકના પ્રોહીબિશનના 3 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.
