-
અંકલેશ્વરના જુના દિવા ગામનો બનાવ
-
ભાથીજી મંદિરમાં તસ્કરો ત્રાટકયા
-
સેવા ભવનમાં ચોરીનો બનાવ
-
રૂ.80 હજારના પિત્તળના વાસણોની ચોરી
-
એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય
અંકલેશ્વર: જુના દીવા ગામે ભાથીજી મંદિરના સેવા ભવનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.80 હજારના પિત્તળના વાસણોની ચોરી
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઇ ગયા ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ સેવા ભવનમાં મુકવામાં આવેલા આશરે રૂ. 80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સંદિગ્ધ લોકોની પૂછપરછ અને અન્ય તકનિકી તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
