• રૂ. 85 કરોડના ખર્ચે વશિયર-વલસાડ બ્રિજનું નિર્માણ

  • નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાયું

  • બ્રિજના નિર્માણથી 2 લાખથી વધુ લોકોને ફાયદો થયો

  • અનેક લોકોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે

  • સાંસદ ધવલ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતી 

વલસાડના વશિયર અને વલસાડ શહેરને જોડતા બ્રિજનું નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં રૂ. 85 કરોડના ખર્ચે વશિયર અને વલસાડને જોડતા નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજનું નિર્માણ થવાથી અંદાજે 2 લાખથી વધુ લોકોને ફાયદો થવાનો છેત્યારે નવનિર્માણ પામેલ વશિયર-વલસાડ બ્રિજનું નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ હતું કેઅનેક લોકોને હવે ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ સહિતના તમામ ધારાસભ્યઆગેવાનોકાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.