ભરૂચ શહેરમાં Gujarat 108 Emergency Service દ્વારા હોળી-ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઈ એમ ઈ જીતેન્દ્ર ત્રિપાઠી, હનીફ બલૂછી તેમજ 108 એમ્બ્યુલન્સ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. તહેવારની ખુશીઓ વચ્ચે પણ સેવા ભાવના જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે ટીમ દ્વારા પરસ્પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Bharuch 108 Ambulance Service

ભરૂચ જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને અંદાજે 130 જેટલા કર્મચારીઓ હોળી-ધુળેટી દરમિયાન ખડેપગે તૈનાત છે.તહેવાર દરમિયાન કોઈપણ ઇમર્જન્સી પરિસ્થિતિ સર્જાય તો નાગરિકોને તરત જ 108 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.