• ગુજરાતના રાજકારણમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કેટલીક બેઠકો બિનહરીફ

  • કોંગ્રેસ-AAPના ઉમેદવારો દ્વારા નામાંકન પરત ખેંચાયા

  • વડોદરા અને દાહોદમાં રાજકીય દાવપેચમાં ખેલ પડ્યો

  • સુરત-વલસાડમાં ફોર્મ ખેંચવામાં આવતા બેઠક બિનહરીફ

  • ભાજપ કેટલીક બેઠકો પર બિનહરીફ થતાં ખુશીનો માહોલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ અને AAPના કેટલાક ઉમેદવારોના ઉમેદવારી પત્રક રદ થવા અથવા પરત ખેંચવામાં આવી રહ્યા છેત્યારે ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો કૉંગ્રેસ અને AAP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લાની ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો મચ્યો હતો. ડભોઇ તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાજ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડભોઇ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 54 ફોર્મ ભરાયા હતાત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડભોઇ તાલુકાની સાઠોડ અને લીંગસ્થળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો હતો. જેના કારણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક વિસ્તારોમાંથી રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ અંતિમ ઘડીએ પોતાનું નામાંકન પરત ખેંચતા કેટલીક બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે. દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. દાહોદ નગરપાલિકાના વોર્ડ નં. 2માં ભાજપના ઉમેદવાર દર્ષિત દિવાકર અને વોર્ડ નં. 5ના ભાજપના ઉમેદવાર જેરીકા ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેદાહોદ નગરપાલિકાની 36 બેઠકો પૈકી ભાજપના 6 અને કોંગ્રેસના એક સભ્ય બિનહરીફ થયા છે.

આ તરફદક્ષિણ ગુજરાતની વાત કરીએ તોતો બીજી તરફસુરતમાં પણ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ બધા વચ્ચે SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં વોર્ડ નં. 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ફોર્મ પાછું ખેંચતા જ કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ કૃત્યથી રોષે ભરાયેલા કોંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને બોની પટેલ વિરુદ્ધ ગદ્દાર ગદ્દારના જોરદાર નારા લગાવ્યા હતા. સ્થિતિ વણસતી જોઈ બોની પટેલ કચેરીની બહાર નીકળતી વખતે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દોડતા નજરે પડ્યા હતા. રોષે ભરાયેલા કાર્યકરોના આક્રોશથી બચવા માટે પોલીસે સુરક્ષા કવચ પૂરું પાડી તેમને સલામત બહાર કાઢવા પડ્યા હતાજેના કારણે કચેરી સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર મામલે સુરત કોંગ્રેસ આગેવાન વિપુલ ઉધનાવાળાએ ભાજપ અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વલસાડમાં પણ નવા-જૂની સર્જાય છે. વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠક પૈકીની વધુ એક બેઠક ભાજપના ફાળે બિનહરીફ આવી છે. વલસાડ તાલુકા પંચાયતની જુજવા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે. હરિફ પક્ષોના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ બિનહરીફ જાહેર થયા છે. જુજવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિમલ પટેલ અને AAPના ઉમેદવાર અમિત પટેલએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યાં છે. તો બીજી તરફવલસાડ તાલુકા પંચાયતની જૂજવા બેઠક ભાજપના ફાળે બિનહરીફ થતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેકોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતીજ્યારે ભાજપના છાવણીમાં વિજયનો ઉત્સાહ છવાયો હતો.