• રાજ્યમાં ચૂંટણીનો માહોલ

  • શિવસેનાની મહત્વની જાહેરાત

  • ચૂંટણીમાં ઉમેદવારો ઉભા ન રાખ્યા

  • ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર

  • હિન્દુઓના વોટનું વિભાજન ન થયા એ માટે નિર્ણય

ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા કાર્યકરો ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રચાર કાર્યમાં જોડાયા છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે  ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા  ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર.પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિવસેના સંગઠનના  હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપના ઉમેદવારોના પ્રચારમાં લાગી જવા સૂચના આપી હતી અને કાર્યકરોને મતદારોની વચ્ચે જઈ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરી હતી.ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર.પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાની સૂચના અનુસાર શિવસેનાએ ગુજરાતમાં ઉમેદવારો ઉભા નથી રાખ્યા.હિન્દઓના વોટનું વિભાજન ન થાય એ માટે  ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરી તેમને જીતાડવા પ્રયત્નો કરવામાં આવશે