-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન
-
જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
-
વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજયો
-
પર્યાવરણ ગોષ્ઠિનું પણ આયોજન
અંકલેશ્વર: AIA દ્વારા વૃક્ષારોપાણ અને પર્યાવરણ ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપાણ અને પર્યાવરણ ગોષ્ઠિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ | સમાચાર
અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપાણ અને પર્યાવરણ ગોષ્ઠિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB અને અંકલેશ્વર ઉદ્યોગમંડળ AIAના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંકલેશ્વરની જયશ્રી એરોમેટિક્સ કંપનીના સંકુલમાં યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના હોદ્દેદારો અને ઉદ્યોગકારોની હાજરીમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેનાથી પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો.આ પ્રસંગે જીપીસીબીના આર.ઓ. એસ.એન.અગ્રાવત, એઆઇએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ એન્વાયરો કમિટીના ચેરમેન વાલમજી દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉદ્યોગકારોને ઔદ્યોગિક વસાહતમાં વધુમાં વધુ ગ્રીન બેલ્ટ વિકસાવવા અનુરોધ કરવામાં આવ્યો. ગોષ્ઠીમાં પર્યાવરણનું સંરક્ષણ, પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો અને હરિયાળી વધારવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
