ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રાજપીપળા તરફ જવાના મુખ્ય ધોરીમાર્ગ પર માધુમતી ખાડીના પુલ નીચેથી રાજપારડીની રહીશ ૫૩ વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ મળ્યો હતો. રાજપારડી પોલીસમાં મૃતકના પુત્ર કલ્પેશ વસાવા રહે.કાલિયાપુરા રાજપારડીનાએ કરેલ ફરિયાદ મુજબ તેની માતા ભુરીબેન ઉર્ફે મીના ઉ.વ.૫૩  બે દિવસ અગાઉ તા.૨૩ એપ્રિલના રોજ સવારે ૧૦ વાગ્યાના સમયે ઘરે હાજર જણાયેલ નહિ, ત્યારબાદ આજરોજ તેમનો મૃતદેહ રાજપારડીથી રાજપીપળા જવાના મુખ્ય ધોરીમાર્ગ પર આવેલ માધુમતી ખાડીના પુલ નીચેથી મળી આવ્યો.

 ફરિયાદમાં જણાવાયા અનુસાર મૃતક કોઇ અગમ્ય કારણોસર પુલ પરથી નીચે કુદી જતા અથવા પડી જતા શરીર પર ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.પોલીસ તપાસ બાદ મૃત મહિલાના રહસ્યમય મોત પરથી પરદો ઉંચકાશે