• ભરૂચના ઝઘડિયામાં લાફાકાંડ

  • ચૈતર વસાવાએ યુવાનને માર્યો હતો લાફો

  • ચૈતર વસાવા સામે નોંધાશે પોલીસ ફરિયાદ

  • રોશન વસાવાના ચૈતર વસાવા સામે આક્ષેપ

  • ઘટનાનો વધુ એક સીસીટીવી વિડીયો બહાર આવ્યો

ભરૂચના ઝઘડિયામાં થયેલ લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે. ભોગ બનનાર રોશન વસાવા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ તરફ લાફાકાંડનો વધુ એક સીસીટીવી વિડીયો બહાર આવ્યો છે
ભરૂચના ઝઘડિયામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલ મારામારી-લાફાકાંડનો મામલો વધુ ઉગ્ર બનતો જાય છે. ઘટનાનો વધુ એક CCTV વીડિયો બહાર આવતા મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ તરફ લાફાકાંડનો ભોગ બનેલ રોશન વસાવાને  મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને કાનમાં દુખાવાની ફરિયાદ હોવાને કારણે પોલીસે જરૂરી મેડિકલ તપાસ કરાવી હતી.
રોશન વસાવા દ્વારા ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે.રોશન વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કંપની દ્વારા માંગ સ્વીકારી લેવામાં આવી હોવા છતાં ચૈતર વસાવા દ્વારા પૈસા માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે. 
આ સમગ્ર વિવાદ અંગે આમ આદમી પાર્ટીમાં આગેવાન રજની વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. રજની વસાવાએ જણાવ્યું હતું કે રોશન વસાવા ભાજપનો એજન્ટ છે અને  ચૈતર વસાવાએ સ્વબચાવમાં પ્રતિક્રિયા આપી હતી.