• મેટ્રોપોલિટન કંપનીમાં બ્લાસ્ટ બાદ લાફાકાંડ

  • મૃતક કામદારના પરિવારજનોનું મોટું નિવેદન

  • અમે ચૈતર વસાવાને બોલાવ્યા હતા,રોશનને નહીં

  • આગની દુર્ઘટના બાદ વળતર મુદ્દે ગરમાયું રાજકારણ

  • પરિવારજનોએ ચોંકાવનારો કર્યો ખુલાસો  

ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં ગત 23 એપ્રિલે થયેલો ભયાનક બ્લાસ્ટ હવે એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાયો છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા 15 કામદારો પૈકી રાકેશ વસાવા સહિત 2 કામદારોના કરુણ મોત નીપજ્યા છેજ્યારે 13 જેટલા શ્રમિકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

જ્યારે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કંપની પહોંચ્યાત્યારે ત્યાં માહોલ એકાએક તંગ બની ગયો હતો. કંપની પરિસરમાં જ ધારાસભ્ય અને એક વ્યક્તિ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાજેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

આ સમગ્ર ઘટના અંગે મૃતક રાકેશ વસાવાના પરિવારજનોએ કેમેરા સામે આવીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પરિવારે સ્પષ્ટ પણે જણાવ્યું છે કેતેઓએ જ ધારાસભ્ય ચૈતર વસાવાને મદદ માટે બોલાવ્યા હતા.