-
અંકલેશ્વર નજીકનો બનાવ
-
નેશનલ હાઇવે 48નો બનાવ
-
ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ભટકાયો
-
ટેમ્પો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો
-
ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સુરત જતા માર્ગ પર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ સામે હાઇવા ટ્રક ના ચાલકે બેદરકારી પૂર્વક કોઈ પણ આડસ મુક્યા વગર તેમજ રીફ્લેક્ટર ચાલુ રાખ્યા વગર ટ્રકને પાર્ક કરી હતી દરમ્યાન પાછળથી આવતો ટેમ્પો ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં યુપીના 43 વર્ષીય ટેમ્પા ચાલક રાજેશ બીંદ ટેમ્પાની કેબિનમાં જ ફસાઈ ગયો હતો જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતા રૂરલ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતક રાજેશકુમારના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
