-
અંકલેશ્વરમાં મામલતદારને કરાય રજુઆત
-
ગૌપ્રેમીઓ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
-
ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ
-
કતલખાના બંધ કરવા સહિત 7 માંગ કરાય
-
આગેવાનો અને ગૌ પ્રેમીઓ જોડાયા
અંકલેશ્વર: રાજ્યમાં ગાય આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
અંકલેશ્વરમાં ગાયને રાષ્ટ્ર માતાના સન્માન માટે અને રાજ્યમાં ગાય આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ | સમાચાર
અંકલેશ્વરમાં ગાયને રાષ્ટ્ર માતાના સન્માન માટે અને રાજ્યમાં ગાય આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વરના રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને વિવિધ હિન્દૂ સંગઠનના આગેવાનોએ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પદયાત્રા યોજી મામલતદાર રાજન વસાવાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત ગાય સંરક્ષણ અને જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણાનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે.ભગવાન દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવની આ પવિત્ર ભૂમિ માત્ર મહાપુરુષોનું જન્મ સ્થળ જ નથી,પરંતુ ગાય સંરક્ષણ અને ગાય સંરક્ષણની પરંપરાનું જન્મ સ્થળ પણ છે.લ ત્યારે ગાય સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગુજરાતમાં ગાય સંરક્ષણ અને ગાય આધારિત અર્થતંત્રના ક્ષેત્રમાં વિશ્વ માટે એક મોડેલ બનશે ત્યારે ગૌ હત્યા અટકાવવા અલગ પશુ મંત્રાલય, ગાય સેવા અને સંરક્ષણ અધિનિય લાગુ કરવા,કતલખાનાઓના લાઇસન્સ રદ્દ કરવા,કતલખાનાઓ સામે કડક કાર્યવાહી,ગાયને રાષ્ટ્ર માતા અથવા રાષ્ટ્ર આરાધ્યા તરીકે સત્તાવાર બંધારણીય માન્યતા મળી શકે અને તેમને વિશેષ રાષ્ટ્રીય સુરક્ષા આપવા સહિત અન્ય 7 માંગણીઓ કરવામાં આવી છે.
