• અંકલેશ્વરમાં કરવામાં આવ્યુ આયોજન

  • ભવ્ય શોભાયાત્રાનું આયોજન

  • શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

  • મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અંતર્ગત આયોજન

ભરૂચના સુપ્રસિધ્ધ તીર્થક્ષેત્ર  ગુમાનદેવ ખાતે આયોજિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અંકલેશ્વરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજમ કરવામાં આવ્યું હતું. ભરૂચના સુપ્રસિધ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ ખાતે સૌપ્રથમ વખત વેંક્ટેશ્વર ભગવાન,તિરુપતિ બાલાજીની મૂર્તિ અને વેણુ ગોપાલજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ પ્રસંગે સુપ્રસિદ્ધ ક્ષેત્ર કાબી કંબોઈના મહંત વિદ્યાનંદનજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન બળદેવ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને પ્રભુભક્તિમાં લીન બન્યા હતા.ગુમાનદેવ ખાતે તારીખ 10- 11 અને 12 દરમિયાન ગુમાનદેવ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં ઉપરાંત શ્રીમદ ભાગવત કથા, રામકથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.