• આજે વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી

  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • માતરીયા તળાવ ખાતે આયોજન

  • પિંક રનનું આયોજન કરાયુ

  • મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય

ભરૂચ શહેરમાં વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી અંતર્ગત મોમ્સ ઓફ ભરૂચ સંસ્થા દ્વારા માતરીયા તળાવ ખાતે “પિંક રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 80 જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રનમાં જોડાયેલી મહિલાઓએ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અને બ્રેસ્ટ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન જયાબહેન મોદી કેન્સર સેન્ટરના તબીબો દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, સમયસર નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોમ્સ ઓફ ભરૂચ સંસ્થાના સેજલ કપાડિયા, જયાબહેન મોદી કેન્સર સેન્ટરની ડો. ભૂમિકા પંચાલ સહિત શહેરની અનેક મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિનો સંદેશ વ્યાપક બનાવ્યો હતો.