હેક્ષોન આર્કેડમાં ગણેશોત્સવની ઉજવણી

વિઘ્નહર્તાને ધરાવાયો છપ્પન ભોગનો પ્રસાદ

હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો રહ્યા ઉપસ્થિત

મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લ્હાવો

હેક્ષોનનું વાતાવરણ ગણેશજીની ભક્તિમાં તરબોળ બન્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે શ્રી ગણેશોત્સવનું ધર્મભીની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે વિઘ્નહર્તાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો,અને ભક્તોએ મહાપ્રસાદીનો પણ લ્હાવો લીધો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે પંડાલમાં શ્રી ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે.સમસ્ત હેક્ષોન આર્કેડ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ-2026નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે વિઘ્નહર્તાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો,તેમજ પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને કનેક્ટ ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો.શ્રી ગણેશજીની સ્થાપના સાથે જ હેક્ષોન આર્કેડનું સમગ્ર વાતાવરણમાં ભક્તિરસ પ્રસરી ગયો હતો.અને ગણપતિ બાપ્પા મોર્યાનો નાદ ગુંજી ઉઠ્યો હતો.