• ભરૂચ કલેકટરની બદલી

  • ગૌરાંગ મકવાણાની ગાંધીનગર બદલી

  • નવા કલેકટર તરીકે ડો.નવનાથ ગવ્હાણે

  • ડો.નવનાથ ગવ્હાણેએ વિધિવત ચાર્જ સંભાળ્યો

  • સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાની ગાંધીનગર બદલી તથા નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગવ્હાણેએ વિધિવત ચાર્જ સંભાળી જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રતિબંધતા વ્યક્ત કરી હતી
ડો. નવનાથ ગવ્હાણેએ ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. અગાઉ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા ગૌરાંગ મકવાણાની ગાંધીનગર બદલી થતા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જિલ્લા સેવા સદનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.નવી નિમણૂક બાદ ડો. નવનાથ ગવ્હાણેએ જિલ્લાના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લાના વિકાસલક્ષી પ્રોજેક્ટોને વધુ ગતિ આપવા તેમજ સામાન્ય નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે તંત્રને સંવેદનશીલ રીતે કાર્ય કરવાની સૂચના આપી હતી.જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂકને લઈને વહીવટી તંત્ર તેમજ નાગરિકોમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.