BCCIએ ગુરુવારે (14 મે) શ્રીલંકાની ધરતી પર યોજાનારી ટ્રાઈ સિરીઝ માટે ઈન્ડિયા-એની ટીમ જાહેર કરી છે. 15 સભ્યોની ટીમમાં ડાબોડી બેટ્સમેન તિલક વર્મા (Tilak Varma) ને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) ને પણ તક આપવામાં આવી છે. જ્યારે ઉપકેપ્ટનની જવાબદારી રિયાન પરાગને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટ્રાઈ સિરીઝની શરૂઆત 09 જૂનથી થશે. આ ટ્રાઈ સિરીઝમાં ઈન્ડિયા-એ, અફઘાનિસ્તાન-એ અને શ્રીલંકા-એ ટીમો સામેલ થશે. સિરીઝ શ્રીલંકાની યજમાનીમાં રમાશે. 

BCCIની રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે વ્હાઈટ બોલ સિરીઝ સિવાય ઈન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે 2 બે-દિવસીય મેચ રમાશે, જેના માટે ઈન્ડિયા-એની ટીમ પછીથી જાહેર કરવામાં આવશે. ટ્રાઈ સિરીઝની તમામ મેચો દામ્બુલામાં રમાશે. મલ્ટી-ડે રેડ બોલ મેચ ગાલેમાં રમાશે. 

ટ્રાઈ સિરીઝ માટે ઈન્ડિયા-એની ટીમ: તિલક વર્મા (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (ઉપ-કેપ્ટન), આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન.