-
ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ
-
વિલાયત સાયખા વચ્ચે બસ સેવા શરૂ
-
એસ.ટી.નિગમ દ્વારા સેવા શરૂ કરાઇ
-
ગ્રામજનોને મળશે રાહત
-
અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ: વિલાયત-સાયખા GIDC માટે GSRTCની નવી બસ સેવા શરૂ, કર્મચારીઓ ગ્રામજનોને મળશે રાહત
ભરૂચની વિલાયત-સાયખા GIDC માટે GSRTCની નવી બસ સેવા શરૂ થતા કર્મચારીઓ અને ગ્રામજનોને રાહત મળશે.પી.એમ.મોદીના ઇંધણ બચાવો અભિયાનમાં પણ લોકોની પણ સહભાગીતા જોવા મળશે. સમાચાર
ભરૂચની વિલાયત-સાયખા GIDC માટે GSRTCની નવી બસ સેવા શરૂ થતા કર્મચારીઓ અને ગ્રામજનોને રાહત મળશે.પી.એમ.મોદીના ઇંધણ બચાવો અભિયાનમાં પણ લોકોની પણ સહભાગીતા જોવા મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને ડીઝલ-પેટ્રોલની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખી ભરૂચની વિલાયત-સાયખા GIDC દ્વારા GSRTCની સામાન્ય બસ સેવા શરૂ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા GSRTC દ્વારા વિલાયત-સાયખા GIDC માટે બે બસો ફાળવવામાં આવી છે.નવી બસ સેવા શરૂ થતાં કંપનીના કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, ભેરસમ અને સાયખા ગામના રહેવાસીઓને મોટી રાહત મળશે. જાહેર પરિવહન સુવિધા વધતા ખાનગી વાહનો ઉપરનો આધાર પણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.GSRTCના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું કે ડીઝલ-પેટ્રોલની વૈશ્વિક સમસ્યાના સમયમાં વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે અને લોકો તેનો લાભ લે તેવી અપેક્ષા છે.
વિલાયત-સાયખા GIDCના પ્રમુખ હરીશ જોશીએ ગુજરાત સરકાર તથા GSRTCનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ બસ સેવા ઉદ્યોગ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
