જાપાનમાં શુક્રવારે 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, તેનું કેન્દ્ર ઉત્તર જાપાન સમુદ્રમાં 50 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. અકસ્માતોને રોકવા માટે ઘણા વિસ્તારોમાં ટ્રેન સેવાઓ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. સુનામીનું કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. 

ટોક્યોની ઉત્તરે જાપાનના મિયાગી પ્રદેશના દરિયાકાંઠે 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સરકારે પાંચ પ્રાન્તોના લોકો માટે ઈમરજન્સની ચેતવણી જારી કરી હતી. જાપાની અધિકારીઓએ શુક્રવારે આવેલા ભૂકંપને 1-7 ની તીવ્રતાના સ્કેલ પર 5 તરીકે વર્ગીકૃત કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે તાત્કાલિક સુનામીનો કોઈ ખતરો નથી. સંચાલક જેઆર ઈસ્ટના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ ટોક્યો અને શિન-આઓમોરી સ્ટેશનો વચ્ચે હાઇ-સ્પીડ રેલ્વે સેવા સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ જાપાન ટાઈમ્સ અનુસાર, ઇજાઓ કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.