-
સ્વામિનારાયણ મિશન મંદિર-લસકાણાની કરૂણ ઘટના
-
48 વર્ષીય પ્રિયદર્શન સ્વામીએ કરી લીધો આપઘાત
-
સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ આપઘાત કરતાં ચકચાર
-
મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ લીધી હોવાનું અનુમાન
-
પોલીસે અકસ્માતે મોત નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામી ગત તા. 26 એપ્રિલના રોજ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે મંદિરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ગળી ગયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. તેમના સગા શૈલેષભાઈ અને અન્ય સેવકો તાત્કાલિક તેમને સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તા. 30 એપ્રિલના રોજ અડાજણ સ્થિત BAPS હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં ગઈકાલે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
તો બીજી તરફ, આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લસકાણા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સ્વામીજીને કોઈ ધંધાનું કે, અન્ય કોઈ પ્રકારનું ટેન્શન નહોતું. તેઓ છેલ્લે સુધી માત્ર ઈશારા જ કરતા હતા, પરંતુ તેઓ આ ગોળીઓ ક્યાંથી લાવ્યા અને શા માટે લીધી તે મોટો તપાસનો વિષય છે. આ તરફ, લસકાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
