-
ભરૂચમાં યોગ સમર કેમ્પનું આયોજન
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન
-
સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે કેમ્પનો પ્રારંભ
-
7 થી 15 વર્ષના બાળકોએ કેમ્પમાં લીધો ભાગ
-
બાળકોનો યોગ પ્રત્યે અનેરો ઉત્સાહ
ભરૂચ શહેરના સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પ 2026નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં 7 થી 15 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16 થી 30 મે 2026 દરમિયાન 7 થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસીય નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરના સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે વિધિવત રીતે સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નંદેલાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતિલાલ, કુટુંબપ્રબોધન ગતિવિધિના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામી, સંકટમોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદન રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડીનેટર બિનીતાબેન પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ, સહ સંચાલક હેમાબેન પટેલ અને હરીતાબેન પટેલ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર તથા વિવિધ એક્ટિવિટી કરાવવામાં હતી.
