ભરૂચના મારુતિ નગર સોસાયટી ખાતે આવેલા મકાન નંબર D-40 માં રહેતા મકબુલ મયુદ્દીન શેખના મકાનમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. 

મકાનના ઉપરના માળેથી ધુમાડાના ગોટેગોટા ઉડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઉપરના માળે રાખેલી ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.