ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે ખેડૂતો માટે રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ અંગે વિશેષ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ભરૂચ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના નબીપુર ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં રાસાયણિક ખાતરોના સંતુલિત અને સંકલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે તારીખ ૧૬/૦૫/૨૦૨૬’થી ૧૫/૦૬/૨૦૨૬ સુધી એક મહિના લાંબુ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ સમતુલ ઉપયોગ, સ્વસ્થ જમીન, સમૃદ્ધ પાક, સમૃદ્ધ ખેડૂતના સૂત્રને સાર્થક કરવાનો છે. જમીનને પોષણ, પાકનું ઉત્પાદન અને ખેડૂતોને સમૃદ્ધિ ખેતીવાડી વિભાગ દ્વારા નદીપુર ગામના ખેડૂતોને રાસાયણિક ખાતરો (જેવા કે યુરિયા, DAP અને MOP) નો આડેધડ ઉપયોગ ટાળવા અને જમીનની જરૂરિયાત મુજબ જ ખાતર આપવા અપીલ કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત વિભાગ દ્વારા ખેડૂતોને કેટલીક પાયાની અને વૈજ્ઞાનિક બાબતો ધ્યાનમાં રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. બેનરના માધ્યમથી ખેડૂતોને છોડ માટે જરૂરી મુખ્ય તત્વો વિશે પણ સમજાવવામાં આવ્યા છે. નબીપુર ગામના અગ્રણીઓ અને ખેડૂતોએ તંત્રના આ પ્રશંસનીય પગલાંને આવકાર્યું છે, અને આ એક માસના જાગૃતિ અભિયાનનો મહત્તમ લાભ લેવા અન્ય ખેડૂતોને પણ અનુરોધ કર્યો છે.
