મારુતિ સુઝુકીએ તેની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીના વાહનો 1 જૂનથી વધેલી કિંમતે મળશે. બ્રાન્ડે જાહેરાત કરી છે કે તેની કારની કિંમત 30,000 સુધી વધશે. તેનું કારણ ઇનપુટ ખર્ચમાં વધારો અને મોઘવારી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે કંપનીએ જાહેર કર્યું નથી કે કઈ કારની કિંમતમાં કેટલો વધારો થશે. 

તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે હવે વધુ પૈસા ખર્ચવા પડશે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ તેના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની 1 જૂનથી તેની કારની કિંમતોમાં વધારો કરી રહી છે. કંપનીની કાર 30,000 સુધી મોંઘી થશે.

બ્રાન્ડે વધતી જતી મોઘવારી અને ખર્ચમાં સતત વધારાને વાહનોના ભાવમાં આ વધારાનું કારણ ગણાવ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે 1 જૂન 2026 થી તેની કારની કિંમત 30,000 સુધી વધશે. કંપનીએ હજુ સુધી તમામ મોડેલની કિંમતોની જાહેરાત કરી નથી.