-
જનગણના 2027નો પ્રારંભ
-
સ્વ ગણતરી પણ શરૂ થઈ
-
ભરૂચ નગરપાલિકા દ્વારા કરાય અપીલ
-
સહભાગી થવા અપીલ કરાય
-
31 મે સુધી ચાલશે પ્રક્રિયા
ભરૂચ: જનગણના 2027 અંતર્ગત શરૂ થયેલ સ્વ ગણતરીમાં સહભાગી થવા તંત્રની અપીલ
ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી ‘જનગણના-2027’ અંતર્ગત શરૂ થયેલી સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ભરૂચ | સમાચાર
ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી ‘જનગણના-2027’ અંતર્ગત શરૂ થયેલી સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે
ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી ‘જનગણના-2027’ અંતર્ગત શરૂ થયેલી સ્વ-ગણતરી પ્રક્રિયાને લઈને ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે શહેરીજનોને ઓનલાઈન નોંધણી કરી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બનવા અપીલ કરી છે. 17 થી 31 મે દરમિયાન ચાલનારી આ પ્રક્રિયામાં નાગરિકો ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી સરળતાથી પોતાની અને પરિવારની વિગતો નોંધાવી શકે છે.તેમણે જણાવ્યું હતું કે, 17 થી 31 મે દરમિયાન નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાના પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટર મારફતે સરળતાથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે અને કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી. નોંધણી પૂર્ણ થયા બાદ મળનાર ‘SE ID’ ભાવિ ગણતરી દરમિયાન ઉપયોગી બનશે. વધુમાં તેમણે નાગરિકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
