ગુજરાતની 12000 સરકારી હોસ્પિટલોમાં સફાઈ ઝુંબેશ
એક અઠવાડિયા સુધી ચાલશે સફાઈ ઝુંબેશ
આરોગ્ય મંત્રીનું સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ
હોસ્પિટલના સફાઈકર્મીઓનું કરાયું સન્માન
સફાઈકર્મીઓની કામગીરીને આરોગ્ય મંત્રીએ બિરદાવી
સુરતની સ્મીમેર હોસ્પિટલની રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ અચાનક મુલાકાત લીધી હતી.આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન તેમની સાથે મેયર માયાબેન માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ હોસ્પિટલમાં સાફ-સફાઈની વ્યવસ્થા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓનો જાતે તાગ મેળવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના વડાપ્રધાન તરીકેના ઐતિહાસિક કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતની નાની-મોટી 12000 જેટલી સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં એક અઠવાડિયા સુધી સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે.
ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ ખૂબ જ વિકટ પરિસ્થિતિઓમાં પણ હોસ્પિટલને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓની કામગીરીને દિલથી બિરદાવી હતી અને તેમનું વિશેષ સન્માન કર્યું હતું.
હોસ્પિટલ પરિસરમાં ગંદકી કરનારા તત્વો સામે હવે સરકારે લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ,જો કોઈ પણ વ્યક્તિ પાન, માવા કે ગુટખા ખાઈને પિચકારી મારતા પકડાશે, તો તેની પાસેથી સ્થળ પર જ કડક દંડ વસૂલવામાં આવશે.
