ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મજયંતિ અવસરે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ધ્વનિ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે.સ્વામી, તાલુકા યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ તથા જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી. કે. સ્વામી સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. મહાનુભાવોએ ગાંધી આશ્રમ સ્થિત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કરી ચોકલેટનું વિતરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને સામાજિક જવાબદારીના માહોલમાં સફળતાપૂર્વક યોજાયો હતો.