ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સનત રાણા હોલ ખાતે પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના દિવ્ય જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘યોગીરાજ અવધૂત’ માહિતી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના દિવ્ય જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘યોગીરાજ અવધૂત’ અંગે અંકલેશ્વર શહેરના સનત રાણા હોલ ખાતે માહિતી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ફિલ્મના નિર્માણ, તેના હેતુ તથા આગામી કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યુ હતુ કે, ફિલ્મનું ટ્રેલર આગામી તા. ૨૯ જુલાઈએ નારેશ્વર ધામ ખાતે ભવ્ય કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં જાણીતા કલાકારો રાકેશ જોષી અને ચૈતન્ય શેઠ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત રંગ અવધૂત પરિવારના 5 હજારથી વધુ અનુયાયીઓએ પણ વિવિધ દૃશ્યોમાં ભાગ લઈ ફિલ્મને ભવ્યતા પ્રદાન કરી છે. માહિતી સભામાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો તથા આયોજકોએ ફિલ્મના નિર્માણ પાછળની પ્રેરણા અને રંગ અવધૂત બાપજીના જીવન-દર્શનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત પરિવારના અનુયાયીઓ, આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.