ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઈપણ પ્રકારના અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ પર સંપર્ક કરીને નાગરિકો મદદ મેળવી શકશે. કંટ્રોલરૂમ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા પણ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
વર્ષાઋતુ -2026 અન્વયે જિલ્લામાં 24 કલાક માટે રાઉન્ડ ધી ક્લોક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફોન નંબર (02642) 242300 / 240599 અને હેલ્પલાઇન નંબર 1077 પર કટોકટીની સ્થિતિમાં સંપર્ક કરીને જરૂરી મદદ મેળવી શકાશે.
તદુપરાંત, જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર (02642) 223303,ડીજીવીસીએલ – 9879202377, માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) (02642)-261394,ફાયર બ્રિગેડ ભરૂચ, (02642) 220151, નાયબ વન સંરક્ષક ભરૂચ (02642) 269065 ઉપર સંપર્ક કરી શકાશે.
આ જ પ્રકારે દરેક તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ચોમાસુ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં મામલતદાર કચેરી ભરૂચ શહેર (02642) 243536, ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી (02642) 243536, વાગરા મામલતદાર કચેરી (02642) 225221, અંકલેશ્વર મામલતદાર કચેરી (02646) 224603, હાંસોટ મામલતદાર કચેરી (02646) 262026, જંબુસર મામલતદાર કચેરી (02644) 220070, આમોદ મામલતદાર કચેરી (02641) 245040,ઝઘડીયા મામલતદાર કચેરી(02645) 220039, નેત્રંગ મામલતદાર કચેરી (02643) 270623, વાલિયા મામલતદાર કચેરી (02643) 282338 કંટ્રોલરૂમ નંબર પર આપાતકાલીન પરિસ્થિતિમાં સંપર્ક કરીને મદદ મેળવી શકાશે.
