આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્યું

શિષ્યવૃતિ જમા ન થતા વિદ્યાર્થીઓમાં રોષ

આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી    

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું

વહેલી તકે શિષ્યવૃતિ ચૂકવવા માટે વિદ્યાર્થીઓએ કરી માંગ  

ભરૂચમાં આદિજાતિ વિકાસ કમિશનરને વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ  જમા ન થવા બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.           

ભરૂચના  આદિજાતિ વિકાસ કમિશનરને આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે  વર્ષ 2025-26 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા હોવા છતાં, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી. કોલેજ અને ડિસ્ટ્રિક્ટ કક્ષાએ અરજીઓ મંજૂર થયા બાદ પણ સ્ટેટસ ‘પેન્ડિંગ’ કે ‘અન્ડર પ્રોસેસ’ બતાવી રહ્યું છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓએ લોન કે ઉછીના પૈસા લઈને કોલેજ ફી ભરી છે, જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિદ્યાર્થીઓએ વહેલી તકે સ્કોલરશીપ ચૂકવવા અને કોઈ ટેકનિકલ ખામી હોય તો તેને દૂર કરવા માટે ખાસ કેમ્પના આયોજનની પણ માંગ કરી હતી.