ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,અને આદિવાસીઓના હિતની માંગ કરી હતી.
ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, આવેદનપત્રમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમજ અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં લાગુ પડતા વન કાયદાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી સમાજના જમીન અને જંગલ પરના પરંપરાગત અધિકારોનું રક્ષણ થવું જોઈએ. સાથે જ વન અધિકાર અધિનિયમ, 1927, 1980 અને 2006 સહિતના કાયદાઓની સમીક્ષા કરી પાંચમી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત, દેશના તમામ રાજ્યપાલોની બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા કરવા તેમજ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય તે માટે કેન્દ્ર સરકાર જરૂરી પગલાં ભરે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
