કોટનકિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં સારા વરસાદ બાદ 72,847 હેકટર જમીનમાં કપાસના પાકનું વાવેતર થયું છે તો કુલ 99,612 હેકટર જમીનમાં અત્યાર સુધી વાવેતર થયું છે ભરૂચ જિલ્લામાં ખરીફ-2026 સીઝનમાં 12 જુલાઈ સુધી કુલ 99,612 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ 72,847 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જ્યારે તુર 17,783 હેક્ટર સાથે બીજા ક્રમે છે. તાજેતરના સારા વરસાદને કારણે જિલ્લામાં ખરીફ વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે.

જિલ્લાના તાલુકાવાર આંકડાઓ મુજબ જંબુસર તાલુકો 30,949 હેક્ટર સાથે સૌથી આગળ રહ્યો છે. ત્યારબાદ ભરૂચ તાલુકામાં 15,719 હેક્ટર, અમોદમાં 14,022 હેક્ટર, નેત્રંગમાં 10,764 હેક્ટર અને ઝઘડિયામાં 10,748 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.પાકવાર સ્થિતિ જોઈએ તો કપાસ – 72,847 હેક્ટર, તુવર – 17,783 હેક્ટર,શાકભાજી 3,426 હેક્ટર અને ડાંગર – 1,247 હેક્ટરમાં વાવેતર થયું છે.કપાસના વાવેતરમાં જંબુસર 27,847 હેક્ટર પ્રથમ સ્થાને છે, જ્યારે અમોદ 11,884 હેક્ટર અને ભરૂચ 11,240 હેક્ટર તાલુકાઓ પણ આગળ રહ્યા છે.ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો પુરજોશમાં વાવણી કાર્યમાં જોતરાયા છે અને આગામી સમયમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે

કૃષિ વિભાગના આંકડાઓ મુજબ, આગામી દિવસોમાં અનુકૂળ વરસાદ ચાલુ રહે તો ખરીફ વાવેતરના વિસ્તારમાં વધુ વધારો થવાની સંભાવના છે. રાજ્ય અને દેશના અન્ય વિસ્તારોમાં પણ જુલાઈ દરમિયાન વરસાદ વધતા ખરીફ વાવેતરમાં તેજી જોવા મળી રહી છે.