અંકલેશ્વરમાં વરસાદી માહોલ

જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ

લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો

વાતાવરણમાં પ્રસરી ઠંડક

ઉકળાટ અને બફારાથી રાહત

અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ઉકળાટ અને બફારાથી આંશિક રાહત મળી હતી.

લાંબા સમયના વિરામ બાદ અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસતાં લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમી તેમજ ઉકળાટથી લોકોને રાહત મળી હતી.

વરસાદને પગલે જીઆઇડીસીના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા, જ્યારે વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. ખેડૂતો સહિત સ્થાનિક લોકોએ પણ આ વરસાદને આવકાર્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જુલાઈ માસના પ્રારંભે વરસાદે જમાવટ કર્યા બાદ વાદળો જાણે ગાયબ થઈ ગયા હતા ત્યારે હાલ છુટા છવાયો વરસાદ વરસી રહ્યો છે.આ માસના અંતિમ દિવસોમાં ફરી મેઘરાજા ધોધમાર વરસસે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.