ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જિલ્લાના કુલ 9 તાલુકામાંથી 7 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જ્યારે વાગરા અને નેત્રંગ તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.
વરસાદના સત્તાવાર આંકડા મુજબ જંબુસર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે આમોદમાં 16 મી.મી., વાલિયામાં 12 મી.મી., અંકલેશ્વરમાં 7 મી.મી., ઝઘડિયામાં 6 મી.મી., હાંસોટમાં 4 મી.મી. અને ભરૂચ તાલુકામાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. વાગરા અને નેત્રંગ તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.છૂટોછવાયા વરસાદને પગલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી હતી.
